માહિતી


જાતિય સતામણી
ફરિયાદ નિવાર સમિતિ

india.gov.in
પ્રવૃત્તિઓ
પ્રાથમિક શાળાના બાળકોની બનેલી ઇકો કલબ સમાજને વધુ ઉપયોગી બને એ માટે નીચેના જેવી બાબતો મુખ્ય છે.
ધન કચરાનો નિકાલ.
પ્રદૂષણ અટકાવવામાં મદદગારી.
પાણીની અછત નિવારણની કામગીરી.
નાગરિક સુવિધાઓમાં મદદગારી.
સ્કુલ, ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ.
પાણીનો બગાડ અટકાવવાની જાગૃતિ.
જાહેર બાગ - બગીચાની જાળવણી.
લોકોમાં પર્યાવરણની સુધારણાનો મૈત્રીભર્યો અભિગમ અને વલણ તથા અભિરૂચિ કેળવવી.
જમીન અને ભેજ સંરક્ષણ અંગેની જાગૃતિ કેળવવી.
ઇકો કલબ અંતર્ગત શાળાકીય પ્રવૃતિઓ
સ્વસ્થ જમીનની રચના.
શાળા ઔષધબાગની રચના કરવી.
શાકભાજીના બગીચા કરવા.
કચરાનાં કંપોઝ ખાડા કરવાં.
પર્યાવરણની દ્રષ્ટિએ અગત્યના સ્થળો જેવાકે વન્યપ્રાણી ઉઘાનો, અભ્યારણ્યો તથા પ્રદૂષણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ગોઠવવી. જાગૃતિ માટે શિબિરોનું આયોજન કરવું.
શાળાઓમાં કે જાહેર જગ્યાઓમાં વૃક્ષોના વાવેતરની કામગીરી તેમજ શાળા, કૉલોની, જાહેર સ્થળો અને તેમની આસપાસની જગ્યાએ સ્વચ્છતાની પ્રવૃત્તિ કરવી. વ્યકિતગત સ્વચ્છતા પ્રત્યે સભાનતા ઉભી કરવી. જેમકે જમતાં પહેલાં હાથ ધોવા, ડોયાથી પાણી પીવું, નખ કાપવા, ખોરાક - પાણીને ઢાંકીને રાખવા, ગંદકી કરવી નહિં.
જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા શિક્ષણ આપવું.
શાળા કે બહારના જાહેર બાગ - બગીચાની સ્વચ્છતા અને જાળવણી માટે સભાનતા કેળવવી.
આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ અંગેની સ્પર્ધાઓ અને વાર્તાલાપ અંદરો અંદર યોજવા. દા.ત. ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા.
ઉત્સવોની ઉજવણી કરવી. વિશ્વ પર્યાવરણ દિન, વનમહોત્સવ, વન દિવસ વગેરે.