ખાતા વિશે
સંસ્થાજના હેતુઓઃ
શિક્ષણનાં દરેક સ્તઃર પર ગુણવત્તા સુધારવી.
રાજ્યભરમાં શાળા શિક્ષણના ક્ષેત્રમાં શૈક્ષણિક સંશોધન તથા પ્રશિક્ષણ સહાય આપવી.
ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગને પ્રાથમિક શિક્ષણનાં ક્ષેત્રમાં તેની નીતિઓ તથા મુખ્યર યોજનાઓ લાગુ કરવા માટે સહાય / સલાહ આપવી.
શૈક્ષણિક ઘટક તથા પદ્ધતિઓમાં જરૂરી બદલાવ લાવીને પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શૈક્ષણિક સહાય, માર્ગદર્શન અને સૂચનો પૂરા પાડવા.
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં બદલાવ લાવવા માટે DIET, CTE, IASE તથા GBTC જેવી સંસ્થાવઓને માર્ગદર્શન, શૈક્ષણિક સહાય અને સૂચનો પૂરા પાડવા.
શિક્ષણને લગતી નવી પદ્ધતિઓને વ્યાજપ વધારવા નાવિન્યગસભર કાર્યક્રમો યોજવા.
રાજ્યમાં શિક્ષણ વિભાગ હેઠળ CTE/IASE તથા બીજી સંસ્થાદઓને માર્ગદર્શન આપવું અને એમના કામપર દેખરેખ રાખવી.
CRC શિક્ષકો અને એને લગતી કચેરીઓની મુલાકાત લઇને શૈક્ષણિક સંસ્થાCઓને શૈક્ષણિક સહાય તથા માર્ગદર્શન પુરૂ પાડવું.
શૈક્ષણિક સાહિત્યક છાપવું.
બાળકોનાં સર્વાંગી વિકાસ માટે ગ્રામકક્ષાએ વિજ્ઞાનમેળા, બામેળા, રમતોત્સકવ જેવા કાર્યક્રમો યોજવા.