ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઇ.આર.ટી.) પ્રાથમિક અને માધ્યતમિક શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ વધારવા માટે રાજ્ય કક્ષાની મહત્વની સંસ્થાં છે.
તે ૧૯૮૮ અગાઉ રાજ્ય શિક્ષણ સંસ્થા હતી. તેની કક્ષા ઊંચી લાવી તેને ૧૯૮૮ માં એસ.સી.ઇ.આર.ટી. બનાવવામાં આવી. હવે તે એસ.સી.ઇ.આર.ટી.ને નવું નામ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઇ.આર.ટી.) આપવામાં આવ્યુંસ છે. તે સંપૂર્ણ રાજ્ય કક્ષાની શૈક્ષણિક સંસ્થાષ છે. વ્યેવસ્થામ મંડળ તેમજ કારોબારી સમિતિ તેના પર નિયંત્રણ રાખે છે અને તેને માર્ગદર્શન આપે છે.
|